
પ્રાથમિક શિક્ષકોને લખ્ખાઓ કહી SC / ST શિક્ષકો માટે અભદ્ર ટિપ્પણી કરનાર
ભાવિક પટેલ ને સંઘ માંથી પદભ્રષ્ટ કરવામાં આવે તે માટે માંગ કરાઈ.
પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ ના ભાવિક પટેલ વિરુદ્ધ જિલ્લા શૈક્ષિક મહાસંઘ નું કલેક્ટર ને આવેદનપત્ર.
AIMA MEDIA વણકર રાજેશ ગોધરા..
પ્રાથમિક શિક્ષકોને લખ્ખાઓ કહી SC / ST શિક્ષકો માટે અભદ્ર ટિપ્પણી કરનાર
ભાવિક પટેલ ને સંઘ માંથી પદભ્રષ્ટ કરવામાં આવે તે માટે માંગ કરાઈ.
પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ ના ભાવિક પટેલ વિરુદ્ધ જિલ્લા શૈક્ષિક મહાસંઘ નું કલેક્ટર ને આવેદનપત્ર.
પંચમહાલજિલ્લા પ્રાથમિક શૈક્ષહાસંધ જિલ્લા મહામંત્રી યોગેશભાઈ પટેલ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંઘના અધ્યક્ષ અનિરુધ્ધ સિંહ સોલંકી,પ્રાંત સહ મીડિયા પ્રકોષ્ટ અધ્યક્ષ કિશોરકુમાર પરમાર, પ્રાંત સંપર્ક પ્રકોષ્ટ મિતેષ ભાઈ પટેલ તેમજ જિલ્લા ટીમ દ્વારા જિલ્લા કલેકટરને ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
પંચમહાલ પંચમહાલ જિલ્લાના પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના સિનિયર ઉપપ્રમુખ ભાવિકભાઈ પટેલ દ્વારા ગ્રુપમાં એસસી એસટી શિક્ષકો અને ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક વિરુદ્ધ ટિપ્પણી બાતે પ્રાથમિક શૈક્ષિક પંચમહાલ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે,
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષકોના એક whatsapp ગ્રુપમાં પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપ પ્રમુખ ભાવિક પટેલે ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષકો ને લુખ્ખાઓ કહી રોડ ઉપર દોડાવીને મારવા જેવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી ટીપ્પણી કરવામાં આવેલ હતી. જેની સાથે સાથે કાલોલ તાલુકામાં શિક્ષક તરીકે નોકરી કરતા SC અને ST સમાજના શિક્ષકો વિરુદ્ધ પણ ધાક, ધમકી ભર્યા શબ્દો ઉચ્ચારી જાતિ વિષયક ટિપ્પણી કરવામાં આવેલ હતી. જે તદ્દન અશોભનીય અને શિક્ષક સમાજને છાજે તેવા હતા. જો એક સંગઠનના નેતા શિક્ષક સમાજને આવી રીતે દબાણમાં લેવાની વાત કરતા હોય તો યોગ્ય કહી શકાય નહીં આ બાબત શિક્ષણ જગત માટે લાંછનરૂપ છે. જે શિક્ષકે સામાજિક સમરસતા ના ગુણ આપવાના હોય એ શિક્ષક જો જાહેરમાં ચોક્કસ સમાજ માટે ટિપ્પણી કરીને આવી રીતે બાનમાં લેવા ના શબ્દો વિચારતા હોય તો તે શિક્ષક અન્ય શિક્ષકને જાહેરમાં કઈ રીતે વ્યવહાર કરતા હશે તે પણ વિચારવું રહ્યું.
આ માટે પંચમહાલ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પંચમહાલના સમગ્ર શિક્ષક ગણની નમ્ર વિનંતી કે આ શિક્ષક ઉપર શિસ્તભંગ વિશે પગલા લેવામાં આવે તેમજ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે. SC, ST સમાજની લાગણી દુભાઈ છે. અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એ અત્યંત દુઃખદ છે કેમ કે કોઈપણ જાતિ માટે ટીપ્પણી કરવી મહાપાપ છે અન્ય સંગઠન દ્વારા અપાતા ચિત્રકૂટ એવોર્ડ આપણા સૌના આદરણીય પરમ પૂજ્ય સંત મોરારીબાપુના હસ્તે અપાતા હોય આવા એવોર્ડ આપેલ શિક્ષક ને ભાવિક પટેલના કહેવા પ્રમાણે લાગવગથી પોતાની શરતો ને આધીન અપાતા હોય તો આવા એવોર્ડ શિક્ષકો ને મોરારીબાપુ નું સ્વમાન ના હણાય એ માટે પરત કરવા જોઈએ.
આવા શિક્ષકોને તેમના સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ દ્વારા તુરંત સંઘઠનમાંથી દૂર કરવા જોઈએ ગુજરાતના શિક્ષકોમાં એક સંદેશ આપવો જોઈએ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલની રજૂઆત ધ્યાને લઇ સમગ્ર સમાજ માં દાખલો બેસે તે માટે જે તે શિક્ષક ઉપર શિસ્તભંગ ના પગલાં લઈ જાતિવાદી માનસિકતા ધરાવતા શિક્ષક પર શિક્ષાત્મક કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.