ખેરાલુ નગરપાલિકા ની ગેરરીતિ થી વોર્ડ નંબર 4 ના રહેવાસીઓ સાથે થતા અન્યાય થી નારાજ..
પ્રાત માહિતી અનુસાર ખેરાલુ નગરપાલિકા ને વોર્ડ નં 4 રહીશોએ ધાર્મિક સ્થાન મસ્જિદ હોવાથી નાના બાળકો(ભુલકાઓ)સંધ્યા ના ટાઈમે મદ્રેસામાંપઢવા જાય છે તે દરમ્યાન મેઈન રોડ હોવાથી વાહનવ્યવહાર ની અવર-જવર ખૂબજ પ્રમાણ તેમજ ઓવર સ્પીડમાં હોય છે તો બમ્પ બનાવવા ખેરાલુ નગરપાલિકાનાં ચિફ ઓફિસર માન્યશ્રી ભરતભાઈ વ્યાસ સાહેબ ને વોર્ડનં 4 માં આવેલ બહેલીમવાસ ના રહીશોએ અવાર નવાર મૌખિક રજુઆતઓ કરેલ પણ આપશ્રી જણાવેલ કે લેખિત માં રજૂઆત આપો ત્યારબાદ રહીશોએ 06/06/2025 ને શુક્રવાર નાં રોજ 11:30 થી 12:30 સમયગાળા દરમ્યાન બમ્પ આવેદનપત્ર આપી રજૂઆત કરેલ તો સાહેબ શ્રી અઠવાડિયામાંબનાવી આપવાનો વિશ્વાસ અપાવેલ પણ પ્રજા ની લાગણીના અને વર્તમાન ચુંટાઈ આવેલ ઉમેદવારોપર કરેલા વિશ્વાસ નાં લિરેલીરા ઉડ્યા તો બિજી બાજુ તેજ રોડ પર આવેલ રોણા નો ઢાળ કહેવાતા એરિયા માં રાતો- રાત બમ્પ બનાવી આપતા આવી નગરપાલિકા બેવડી રમત થી વોર્ડ નંબર 4 રહીશોના મનમાં અનેક વિચારો?