logo

નારી વંદન ઉત્સવ–૨૦૨૫ અંતર્ગત તાપી જિલ્લામાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી ઘરેલુ હિંસા-કાયદા અંગે જાગૃતિ ફેલાય તે માટે સેમિ

નારી વંદન ઉત્સવ–૨૦૨૫ અંતર્ગત તાપી જિલ્લામાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી
ઘરેલુ હિંસા-કાયદા અંગે જાગૃતિ ફેલાય તે માટે સેમિનાર યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 01 ઓગસ્ટ. તાપી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “નારી વંદન ઉત્સવ–૨૦૨૫” નિમિત્તે “મહિલા સુરક્ષા દિવસ” ની ઉજવણી શનિવારના રોજ માં શિવદુતી સાયન્સ સ્કૂલ, વ્યારા ખાતે કરાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચના એસ. પટેલે મહિલાઓના સુરક્ષા હક્ક, સશક્તિકરણ તથા વર્તમાન યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતુ. તેમણે વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર વગેરેના લાભો સમજાવ્યા હતા.
મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ બારોટ દ્વારા SHE-Team અને સ્વરક્ષણ તાલીમની ભૂમિકા રજૂ કરાઈ હતી. ઘરેલુ હિંસા અધિનિયમ–2005 વિષયક કાયદાકીય માહિતી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના નિલેશભાઈ પટેલ તથા જીગ્નેશાબેન ચૌધરી દ્વારા આપવામાં આવી.

181 મહિલા અભયમ ટીમની દામિનીબેન દ્વારા પણ અભયમ હેલ્પલાઇન વિશે વિસ્તૃત માહિતિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં DHEW ટીમ, સખી સેન્ટર, પોલીસ સ્ટેશન આધારિત સપોર્ટ સેન્ટર, વિદ્યાર્થીનીઓ અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

1
232 views