logo

શ્યામ કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર દુકાનોના સટર મુદ્દે રજૂઆત છતાં કાર્યવાહી નહીં: મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા સામે નારાજગી

શ્યામ કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર દુકાનોના સટર મુદ્દે રજૂઆત છતાં કાર્યવાહી નહીં મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા સામે નારાજગી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટી.પી. (ટાઉન પ્લાનિંગ) શાખા સામે એક ગંભીર ફરિયાદ સામે આવી છે. આશરે પંદર દિવસ અગાઉ શ્યામ કોમ્પ્લેક્સ, પતરાવાળી હોટલ ઉપર ગેરકાયદેસર રીતે દુકાનના સટર મૂકવામાં આવ્યા હોવાના મુદ્દે લેખિત રીતે અરજી કરી રજૂઆત કરવામાં આવી હતી.

આ મામલે તાત્કાલિક તપાસ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. છતાં આજદિન સુધી કોઈ સ્થળપરીક્ષણ કરવામાં આવ્યું નથી અને ના તો સચોટ જવાબ આપવામાં આવ્યો છે. જ્યારે અરજીની સાથે કલેકટરશ્રીની ઓર્ડર કૉપી પણ જોડવામાં આવી હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવી.

આ મુદ્દે જ્યારે ફરી ટી.પી. શાખા ખાતે રજૂઆત કરવામાં આવી ત્યારે પ્લાનિંગ આસિસ્ટન્ટ શ્રી જયેન્દ્રસિંહ બાવડીયા દ્વારા પ્રશ્નોના સચોટ ઉત્તર ન મળ્યા. પરિણામે, સમગ્ર વ્યવસ્થાની ગંભીરતા ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના કમિશનરશ્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે અને હવે માગ કરવામાં આવી છે કે ગેરકાયદેસર દુકાનોના સટર દૂર કરીને કાયદેસર પગલાં લેવામાં આવે.

સ્થાનિક નાગરિકો અને અહેવાલકર્તાઓમાં પણ આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેઓ યોગ્ય કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે.

2
799 views