logo

અખબારી યાદી તારીખ ચોથી જુલાઈ 2025 ગુજરાતની 80% આંગણવાડીઓમાં રોશે ભરાયેલ આંગણવાડી મોબાઈલ ઓનલાઇન કામગીરી સંપૂર્ણપણે ઝડબે સલાક બંધ રાખી સૌરાષ્ટ્રના 90% તાલુકામાં ઓનલાઈન કામગીરી સંપૂર્ણપણે ઝડબે સલાહ બંધ

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા એફઆરએસ, પગાર વધારા, કાયમી કરવાની માગણી બાબતે તેમજ અતિ બોજ તળે કામ કરતી બહેનો ઉપર ચૂંટણીની બીએલ ઓ ની કામગીરી અને તે બાબતની રજૂઆત મુખ્યમંત્રી શ્રી જિલ્લા કલેકટરો મહિલા અને બાળ વિકાસ મંત્રી અને ચૂંટણીપંચ સમક્ષ કરવા છતાં કોઈ જ પરિણામ ન આવતા ત્રણ દિવસ માટે ઓનલાઈન કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતું.
અનેક તાલુકા મથકોમાં તથા જિલ્લા મથકોએ પ્રોગ્રામ ઓફિસર શ્રી ડીડીઓ તથા બાલ વિકાસ યોજના અધિકારીઓને સામુદાયિક રીતે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. 26 જિલ્લાની 217 જેટલા પ્રોજેક્ટની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે તારીખ 10 મી માર્ચના રોજ મુખ્યમંત્રી સમક્ષ કરાયેલ રજૂઆત બાદ અપાયેલ હૈયા ધારણા નો અમલ કરાશે નહીં તો તેમ જ વર્ષ 2022 મા નવા મોબાઈલ આપવાનું અપાયેલ વચન નો અમલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં જબર આંદોલનો થશે તેમ જ તારીખ છઠ્ઠી ના રોજ જિલ્લા મથકોએ વિશાળ રેલી તથા દેખાવો યોજવામાં આવશે તેમ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના રાજકોટ મોરબી જુનાગઢ અમરેલી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકા તાલુકા મથકોમાં મોબાઈલની કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી તથા બાલ વિકાસ યોજના અધિકારી અને જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.
સંગીતા રાવલ મહામન્ત્રી
રંજન સઘણી પ્રમુખ
સૌરાષ્ટ્ર ઝોન

0
0 views