વાલી સભા અગત્યનું પાસું છે આજકાલ શિક્ષણ ના મામલે
વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસથી વાલી માહિતગાર થાય તથા શિક્ષક_વિદ્યાર્થી_ વાલી વચ્ચેનો વર્તન વ્યવહાર આત્મીય બને તેવા ઉદ્દેશથી આજે વી. એન. હાઈસ્કૂલ,ધર્મજમાં વાલીસભાનું આયોજન થયું. જેમાં 143 જેટલા વાલીઓ સમયસર હાજર રહ્યા. કાર્યક્રમ 9:30 વાગે શરૂ થયો જેમાં પ્રાર્થના, આચાર્યનું ઉદબોધન અને વાલીના પ્રશ્નો એમ 10:15 સુધી આ સેશન ચાલ્યું અને બીજા સેશનમાં 10:15 થી 11 સુધી તેઓએ બાળકના વર્ગમાં જઈ બેન્ચ પર બેસી શાળાએ લીધેલી 25 માર્ક્સની નિદાન કસોટીના ઉત્તરપત્રોનું નિદર્શન કર્યું.. વાલીઓના શાળા પ્રત્યેના પ્રતિભાવો એટલા સરસ રહ્યા કે અમારા કામ પ્રત્યે અમને ગૌરવ થાય.. આભાર. 👏