
Radhanpur : રાધનપુર કોલેજમાં કબડ્ડી સ્પર્ધા યોજાઈ હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી ત્રિકમજીભાઈ ચતવાણી
આર્ટ્સ એન્ડ જે. વી ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ ,રાધનપુરમાં ટ્રસ્ટના પ્રમુખશ્રી મહેશભાઈ મુલાણી સાહેબના અધ્યક્ષ સ્થાને તેમજ કોલેજના પ્રિ. ડૉ. સી.એમ. ઠક્કર સાહેબ ના માર્ગદર્શન હેઠળ સંયોજક ડૉ. ગોપાલ ઠાકોર અને ભાવેશભાઈ સાધુ દ્વારા તા.07/08/25 ના રોજ ઇન્ટર કોલેજ કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ટ્રસ્ટના પ્રમુખ ડૉ. મહેશભાઈ મુલાણી સાહેબ તથા મેનેજીંગ ટ્રસ્ટી રાયચંદ દાદા ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું . પ્રિ. ડૉ. સી એમ ઠક્કર સાહેબે રમતનું જીવનમાં મહત્વ સમજાવીને સ્પર્ધાને લીલી જંડી આપી હતી. ટુર્નામેન્ટની સમગ્ર જવાબદારી કોચ તરીકે ડૉ. ગોપાલ ઠાકોરએ નિભાવી હતી.જેમાં કોલેજની 4 જુદી જુદી ટીમે(48વિદ્યાર્થીએ) ભાગ લીધો હતો.તેમાં વીર ભગતસિંહ ટીમ વિજેતા થઈ હતી.વિજેતા ટીમને ટ્રોફી, સર્ટીફીકેટ અને ફાઈલ આપવામાં આવેલ હતી તેમજ બેસ્ટ રેડર તરીકે રબારી જીગ્નેશભાઈ જે. અને ઓલરાઊંડર તરીકે ફકીર આયાંસાને મેડલ આપવામાં આવ્યાં હતા.આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ હાજર રહ્યા હતા અને કોલેજના અધ્યાપકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.