logo

પ્રાંતિજ મામલતદાર કચેરી ના પાર્કિંગ માં એસીબી ની સફળ ટ્રેપ. પ્રાંતિજ મામલતદાર અને ડ્રાઈવર પચાસ હજારની લાંચ લેતાં ઝડપાયા

પ્રાંતિજ ની મામલતદાર કચેરીમાં રેતી કપચી ના વાહનો માટે ગાડીઓ નહી પકડવા માટે દંડ નહિ કરવા માટે ફરિયાદી પાસે પચાસ હજાર ની માગણી કરી હતી પરંતુ ફરિયાદી લાંચ આપવા માગતા ના હોવા થી એસીબી નો સંપર્ક કરતા મામલતદાર કચેરી ખાતે ના પાર્કિંગ માં છટકું ગોઠવ્યું હતું જેમાં આરોપી મામલતદાર કચેરીના મામલતદાર જગદીશકુમાર ગણેશભાઈ ડાભી ના કહેવાથી ડ્રાઈવર કમલેશભાઈ અશોકભાઈ પરમાર ફરિયાદી પાસેથી ગાડી દીઠ દસ હજાર એમ કુલ પચાસ હજાર ની માગણી કરી હતી અને એસીબી ના હાથે રંગે હાથે ઝડપી પાડયા હતાં

23
1557 views