કાંકરેજના કંબોઇ ગામમાં ભાઈઓની અનોખી લાગણી
અવસાન પામેલી બહેનને દર વર્ષે રાખડી અને ચુનડી ચડાવી શ્રદ્ધાંજલિ
કાંકરેજ તાલુકાના કંબોઇ ગામના વતની સોલંકી ચેહરસિંહ સજ્જનસિંહની સગી બહેન હેતલબા બાળ સિકોતરનું અવસાન થયાને વર્ષો વીતી ગયા છે. છતાં હેતલબાની યાદ આજે પણ પરિવારના હૃદયમાં જીવંત છે.
રક્ષાબંધનના પાવન દિવસે દર વર્ષે ચારે ભાઈઓ એકસાથે મળી બહેનની સ્મૃતિમાં રાખડી બાંધે છે અને માતા બાળ સિકોતરના મંદિરે ચુનડી ચડાવી શ્રદ્ધાંજલિ અર્પે છે.
આ ભાવસભર પરંપરા ચેહરસિંહ ભુવાજીની આગેવાનીમાં આજે પણ જળવાઈ છે. પરિવારનો સંકલ્પ છે કે માતા ભગવતીના આશીર્વાદથી આ સંસ્કારસભર પરંપરા આવનારી પેઢીઓ સુધી સતત ચાલુ રહેસે