logo

સાબરકાંઠા ના આસરોડા ગામે 65 વર્ષીય નિરક્ષર વૃદ્ધ મહિલા ના હસ્તે ધ્વજવંદન

આઝાદીના 79માં મહાપર્વ ની ઉજવણી સમગ્ર દેશમાં અનેક રીતે ઉજવી રહી છે ત્યારે સાબરકાંઠા ના પ્રાંતિજ તાલુકાના આસરોડા ગામે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. ગ્રામજનો એ 65 વર્ષીય નિરક્ષર અને વૃદ્ધ મહિલા સુરેખાબેન ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું કે જેઓ ક્યારેય શાળા એ ગયા નથી અને ધ્વજવંદન વિશે વિચાર્યું પણ નહોતું અને તેમના માટે જીવન ની એક યાદગાર પળ બની હતી ગ્રામજનો એ તેમને સર્વાનુંમતે ધ્વજવંદન કરવાનો મોકો આપ્યો હતો. આ પ્રસંગે સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો ગ્રામજનો ના આ નિર્ણય થી ગામની એકતા અંગે મહિલાઓ પ્રત્યેના આદરની ભાવના વધુ મજબૂત બને અને સુરેખાબેન જેવી અનેક મહિલાઓને પોતાના જીવન નો સમય પરિવાર અને ગામકલ્યાણ માટે સમર્પિત કરે તેવી ભાવના સાથે મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી આ પર્વ ના સાક્ષી બન્યા હતા

23
718 views