logo

પેટલાદ તાલુકા ના વિશ્રામપુરા ગામ માં ૬૦ લાખ ના ખર્ચે દૂધ ઉત્પાદક સહકારી મંડળી નું નવનિર્માણ

તા. 10.08.2025 રવિવાર
આજરોજ પેટલાદ વિધાનસભા માં આવતાં વિશ્રામપુરા ગામે રૂપિયા 60 લાખ ના ખર્ચે તૈયાર થયેલ દુધ ઉત્પાદક સહકારી મંડળી ના નવા મકાન નું લોકાર્પણ આણંદ જિલ્લા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, અમૂલ ડેરી ના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, પેટલાદ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિત માં લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે અમૂલ ડેરી આણંદ ના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી પ્રકાશભાઈ (બાદલભાઈ) પટેલ, અમૂલ ડેરી ના ડિરેકટર શ્રી વિપુલભાઈ પટેલ, પેટલાદ તાલુકા પંચાયત સભ્ય શ્રી કોકીલાબેન ઠાકોર, ખેડા જિલ્લા બેંક (KDCC) ના ડિરેકટર શ્રી ભરતભાઈ પટેલ, પેટલાદ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલ, અમૂલ ડેરી મેનેજર શ્રી રાહુલભાઈ પ્રજાપતિ, દુધ ઉત્પાદક મંડળી ના ચેરમેન શ્રી દિનેશભાઇ કનુભાઈ પટેલ, સેક્રેટરી શ્રી વરસુંગભાઈ રબારી, સરપંચ શ્રી રમણભાઈ ઠાકોર, તેમજ ગામના આગેવાનો, પશુપાલકો, ભાઈઓ,બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ઉન્નતિ બેન પટેલ અને
આભાર વિધી ડેરી ના સેક્રેટરી વરસંગભાઈ રબારી એ કરી હતી.

3
488 views