logo

શ્રી ત્રિ. ગી. મિશ્ર શાળા આયોજિત ૭૯મો સ્વાતંત્ર્યપર્વ ધામધૂમથી ઉજવાયો.

ધર્મજ કેળવણી મંડળ સંચાલિત, વી. એન. ( મલ્ટીપર્પઝ) હાઇસ્કૂલ, શ્રી કાશીબા અને માણેકબા પટેલ કન્યાશાળા, શ્રી ત્રિ. ગી. મિશ્ર શાળા આયોજિત ૭૯મો સ્વાતંત્ર્યપર્વ ધામધૂમથી ઉજવાયો.
અતિથિ વિશેષ તરીકે શ્રી મનોજભાઈ ભાસ્કરભાઈ પટેલ ( ન્યૂજર્સી, USA) ખાસ ઉપસ્થિત રહ્યા, આ ઉપરાંત અનિલભાઈ પટેલ, બળવંતભાઈ પટેલ, સૂર્યકાંતભાઈ પટેલ, શૈલિનભાઈ પટેલ, બિંદુભાઈ પટેલ કૌશિકભાઈ પટેલ અને જીગ્નેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.. સર્વે ટ્રસ્ટીગણ અને સભ્યશ્રીઓનો અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ. આ પ્રસંગમાં શાળાના નિવૃત્ત શિક્ષક સંજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ત્રણેય શાળાના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આયોજનબદ્ધ રીતે આ કાર્યક્રમને અનોખી ભાત આપી. કાર્યક્રમને અંતે જલારામ જન સેવા ટ્રસ્ટ તરફથી પસાર વિતરણ અને ધર્મજ કેળવણી મંડળ તરફથી તમામ વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની ઉદ્ઘોષણા શ્રીમતી ભાર્ગવીબેન ત્રિવેદી અને નિકુંજભાઈ પટેલ દ્વારા કરવામાં આવી.
#dharmaj #dharmajian #Education

54
1697 views
1 comment  
  • Rathod Mayurdhvajsinh Aniruddhsinh

    Amazing