logo

સુરત: માસમા વિસ્તારમાં સેલિબ્રેશન હોમ્સમાં ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના

સુરત શહેરના માસ્મા-ઓરમા રોડ પર આવેલ સેલિબ્રેશન હોમ્સ સોસાયટીમાં આનંદેશ્વર યુવક મંડળ તથા સોસાયટીના સભ્યો દ્વારા મળીને ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ખાસ થીમ તરીકે શિરડી સાઈબાબાની દ્વારકામાઈ પર આધારીત સુંદર પંડાલ સજાવવામાં આવ્યો છે.

ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના સાથે પંડાલમાં “શ્રદ્ધા” અને “સબુરી”ના સંદેશને પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ભક્તોને આધ્યાત્મિક અનુભવ મળે તે માટે સુંદર માહોલ તૈયાર કરવામાં આવ્યો છે.

સ્થાનિક રહીશો સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. આનંદેશ્વર યુવક મંડળ અને સોસાયટીના સભ્યોનું આ સુંદર આયોજન ખૂબ પ્રશંસનીય બન્યું છે.

12
1232 views