પાવાગઢમાં ગુડસ રોપનો તાર તૂટતા મોટી દુર્ઘટના, લિફ્ટ ઑપરેટર, શ્રમિક સહિત 6 લોકોના મોત
મધ્ય ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ રેસ્ક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને તે સુનિશ્ચિત કરી શકાય. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે.હજુ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છેઆજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં માલવાહક ગુડસ રોપવેનો તાર તૂટી જતાં 6 લોકોના મોત થયા છે.પ્રાથમિક તપાસમાં દુર્ઘટનાગ્રસ્ત રોપ-વેનો ઉપયોદ પાવાગઢના માંચી વિસ્તારથી નિજ મંદિર સુધી બાંધકામની સામગ્રીને સરળતાથી પહોંચાડવામાં માટે કરવામાં આવતો હતો.