Godhra:શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ
શહેર સહિત સમગ્ર પંચમહાલમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે બુધવારે બપોર બાદથી આજે ગુરુવારે આખો દિવસ મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ગોધરામાં ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.ગોધરા શહેરના ભુરાવાવ, લુણાવાડા રોડ, બસ સ્ટેન્ડ રોડ, દાહોદ રોડ, બી.વી.ગાંધી પેટ્રોલપંપથી બામરોલી રોડ, વાવડી, કલેકટર કચેરી રોડ, જિલ્લા પંચાયત રોડ, તાલુકા પંચાયત રોડ, કોર્ટ પરિસર, ગોંદરા, સાતપુલ, રેલવે ગરનાળા, સીમલા ગેરેજ સહિતના વિસ્તારમાં ઘુંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી.