અમેરિકામાં પોલીસે ગુજરાતી યુવતીને સ્ટોરમાંથી રંગેહાથ પકડી લીધી, હાથ જોડીને માફી માગતી રહી પણ બચી શકી નહીં
અમેરિકાથી ગુજરાતી મહિલાનો એક કિસ્સો સામે આવ્યો છે, આ મહિલા સ્ટોરમાંથી સામાનની ચોરી કરતા પકડાઈ હતી, અને તેણે અગાઉ પણ આમ કર્યું હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું, પોલીસે તેની સામે કાર્યવાહી પણ કરી છે.અમદાવાદઃ અમેરિકામાં પોલીસની કાર્યવાહી અમુક કિસ્સામાં ઘણી ઝડપી રહે છે, જે કિસ્સામાં વ્યક્તિ રંગેહાથ પકડાઈ જાય ત્યારે પોલીસ એક્શનમાં આવી જાય છે, આવું જ એક ગુજરાતી મૂળની યુવતી સાથે થયું છે કે જે સ્ટોરમાંથી સામાનની ચોરી કરતા રંગેહાથ પકડાયા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે, આ યુવતી પકડાઈ ગયા પછી એટલી ડરી ગઈ હતી કે તેને સમજાતું નહોતું કે તેણે શું કરી દીધું છે. પોલીસ સતત તેના પર પ્રશ્નોનો મારો ચલાવી રહી હતી પરંતુ તે ડઘાઈ ગઈ હતી જેના કારણે માત્ર 2-3 શબ્દોમાં જ જવાબ આપી રહી હતી. તેને પૂછવામાં આવ્યું કે તે મૂળ ક્યાંની છે અને તેને કઈ ભાષા આવડે છે તો તેણે જણાવ્યું કે પોતે ભારતના ગુજરાત રાજ્યની છે અને તેને ગુજરાતી ફાવે છે