logo

ચેક રિટર્ન કેસમાં પલાણાના આરોપીને 2 વર્ષની કેદ

નડિયાદ : વસો તાલુકાના પલાણાના શખ્સે આપેલો ચેક બેંકમાં રજૂ કરતા રિટર્ન થયો હતો. ચેક રિટર્ન કેસમાં વસો કોર્ટે આરોપીને બે વર્ષની સાદી કેદની સજા અને રૂ.૧૨.૯૪ લાખનો દંડનો હુકમ કર્યો હતો.
વસો તાલુકાના પલાણા ગામના પ્રશાંતભાઈ ઉર્ફે અમિત જયંત કુમાર પટેલને વિષ્ણુભાઈ વશરામભાઈ રબારીએ આપેલો ચેક બેંકમાં રજૂ કરતા રિટર્ન થયો હતો. જેથી પ્રશાંતભાઈ પટેલે નેગોસીએબલ ઇન્સ્ટ્મેન્ટ એક્ટ હેઠળ તા.૨/૫/૨૦૨૩ના રોજ વિષ્ણુભાઈ રબારી સામે વસો કોર્ટમાં કેસ રજૂ કર્યો હતો. આ કેસ વસો કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એસ.એસ. ત્રિવેદીએ બંને પક્ષના વકીલોની દલીલો, પુરાવા ધ્યાનમાં લઈ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપી વિષ્ણુભાઈ વશરામભાઈ રબારીને બે વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૧૨,૯૪,૫૫૨ દંડનો હુકમ કર્યો હતો.

6
148 views