logo

આડીલિટી વાળા વારસદારો ના હક્ક માટે પોશીના મામલદાર ને આવેદન પત્ર આપવા માં આવ્યું..


તારીખ 18 સપ્ટેમ્બર 2025 ના રોજ પોશીના તાલુકા ના ગ્રામિણ વિસ્તારોમાં નાગરિકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મજૂર અધિકાર સંગઠન દ્વારા ખાસ કરીને વારસાઈ પ્રક્રિયાઓમાં આડી લીટીમાં આવેલા લોકોને જમીન પર હક મળતો નથી , જમીન વહેચની અટકી જાય છે તાલુકા કચેરી અરજી સ્વીકારતી નથી ન્યાય મેળવવા માટે કોર્ટ કેસ કરવની ફરજ પડે છે . આ સમસ્યાઓને ધ્યાનમાં રાખતા, મજૂર અધિકાર સંગઠન દ્વારા મામલતદાર કચેરી-પોશીના ખાતે આવેદન આપવામાં આવ્યું , જેમાં ગામના નાગરિકોના અધિકારોની રક્ષણની માગણી કરવામાં આવી ,સાથે સંગઠનના પ્રતિનિધિઓએ જણાવાયું કે, ખાસ કરીને રોજગારની મુશ્કેલીઓ અને તેમના જીવનના ધોરણમાં સુધારો લાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ સંદર્ભમાં, મામલતદાર કચેરીને આવેદન આપતાં મજૂર અધિકાર સંગઠના – ઉપ પ્રમુખ એતરીબેન પરમાર , ગીતાબેન ,દિનેશભાઈ , ભોજાભાઈ ,શંકરભાઈ તથા શ્રમિક સહાયતા અને સંદર્ભ કેન્દ્ર – પોશીના થી સમન્વયક દલારામ બામણીયા અને આનંદી બેન ,સોમાભાઈ સોલંકી આ બધા મુદ્દાઓ પર સતવરે તાકીદ સાથે કાર્યવાહી કરવા અને નાગરીકો ના અધિકારોને સાચવવા માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી છે.

Dinesh gamar

104
5189 views