
ભીમ આર્મી ગુજરાત છાત્ર સંગઠન માં સિદ્ધાર્થ પરમાર ને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક
ભીમ આર્મી ગુજરાત છાત્ર સંગઠન માં સિદ્ધાર્થ પરમાર ને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક
ભીમ આર્મી ના ગુજરાત છાત્ર સંગઠન માં સિદ્ધાર્થ પરમાર ને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ નિમણૂકથી રાજ્યભરમાં SC, ST અને OBC સમાજના યુવાનોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.
સિદ્ધાર્થ પરમાર ઘણા સમયથી SC, ST અને OBC એકતા મિશન ચલાવી રહ્યા છે. તેમણે સામાજિક ન્યાય, શિક્ષણ, રોજગાર અને પછાત વર્ગોના હકો માટે સતત જંગ લડ્યો છે. તેમની આગેવાની હેઠળ અનેક જાગૃતિ અભિયાન, સમાજહિત પ્રવૃત્તિઓ અને યુવા આંદોલનો આયોજિત કરવામાં આવ્યા છે.
ભીમ આર્મી દ્વારા આ નિમણૂક એ સિદ્ધાર્થ પરમારના લાંબા સમયથી ચાલતા સામાજિક સંઘર્ષો અને સમર્પણનું માન્ય સ્વરૂપ છે. તેમની આગેવાનીથી ગુજરાતના યુવાનોમાં નવી એકતા અને જાગૃતિ ફેલાય તેવી અપેક્ષા છે.
સ્થાનિક કાર્યકરોનું કહેવું છે કે, સિદ્ધાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ ભીમ આર્મી ગુજરાતમાં વધુ મજબૂત બનશે અને પછાત વર્ગના યુવાનોને ન્યાય અને અધિકારો માટેનું મંચ મળશે.
સિદ્ધાર્થ પરમારની નિમણૂક સમગ્ર સમાજ માટે ગૌરવની ક્ષણ બની છે.