logo

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ *સુરત ખાતે ખેલો ઈન્ડિયા - અસ્મિતા વેઈટલીફટીંગ વિમેન્સ લીગ ૨૦૨૫ યોજાઈ*  

*સુરત ખાતે ખેલો ઈન્ડિયા - અસ્મિતા વેઈટલીફટીંગ વિમેન્સ લીગ ૨૦૨૫ યોજાઈ*
 
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન વેઈટલીફટીંગ ફેડરેશન, ગુજરાત સ્ટેટ વેઈટલીફટીંગ એસોસીએશન ના સંયુક્ત ઉપક્રમે ખેલો ઈન્ડિયા - અસ્મિતા વેઈટલીફટીંગ વિમેન્સ લીગ ૨૦૨૫ વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના ઇન્ડોર હોલ, સુરત - ગુજરાત ખાતે યોજાઈ હતી. જેના ઉદ્ઘાટન પ્રસંગે સમારંભ ના પ્રમુખ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા, અતિથિ વિશેષ તરીકે વી. એન. એસ. જી. યુનિ.સુરત ના બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્ય લક્ષમણભાઈ આહીર, વી.એન.એસ.જી. યુનિ. સુરત ના શા. શિ વિભાગના ઈન્ચાર્જ નિયામક ડૉ. યોગેશભાઈ વાંશયા, ડી.એસ.ડી.ઓ. કનુભાઈ રાઠોડ, એડવોકેટ વિનયભાઈ શુક્લા, ગુજરાત સ્ટેટ વેઈટલીફટીંગ એસોસીએશનના પ્રમુખ આર. વી. સેલાર, મંત્રી ડૉ. મયુર પટેલ, સહ મંત્રી અમિતસીંગ રાઠોર, ખજાનચી ડૉ. રૂસ્તમ સદરી, ડૉ. મિનેષ નિઝામા તથા ગુજરાત એસો. અને સુરત જીલ્લા ના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને આશીર્વચનો આપ્યા હતા. સ્પર્ધામાં યુથ વિભાગ જુનિયર વિભાગ અને સિનીયર વિભાગ મળી કુલ ૫૮ સ્પર્ધક બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ઓફીશીયલ્સ તરીકે ગુજરાત સ્ટેટ વેઈટલીફટીંગ એસોસીએશન ની ટીમે ફરજ બજાવી હતી. ઉદ્ઘાટન સમારંભ નું સંચાલન ડૉ. મયુર પટેલે તેમજ સમગ્ર સ્પર્ધાનું સુચારુ સંચાલન સુરત જીલ્લા વેઈટલીફટીંગ એસોસીએશન ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાને અંતે વિજેતા ખેલાડી બહેનોને મહેમાનો દ્વારા સ્પર્ધામાં ભાગ લેવા બદલ પ્રમાણપત્રો તેમજ વિજેતાઓને મેડલ તથા પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાની પૂર્ણાહુતિ રાષ્ટ્રગીત ગાઈ ને કરવામાં આવી હતી.

19
256 views