logo

જે અધિકારી વિરુદ્ધ અરજી કરી હોય તેને જ ઉપલા અધિકારી તપાસ સોંપે!!! વાહ ભાઈ વાહ આ છે તમારી સરકારી તંત્રની બલિહારી??

જો સામાન્ય રીતે કોઈ અરજદાર અરજી કરે અને તેમાં તેને સંતોષ ન થાય અથવા તો યોગ્ય ન્યાય ન મળે તો તે અંગેની રજૂઆત તેથી ઉપરની કક્ષાએ કરવામાં આવે છે અને ત્યાંથી યોગ્ય તપાસ થશે તેવી આશા રાખવામાં આવે છે પરંતુ સરકારી તંત્ર આ બાબતે આવડી દિશામાં ચાલતું હોય તેમ હોય છે જો તમે અરજી કરો અને તેમાં અન્યાય થાય તો તેજ વિભાગના ઉચ્ચ અધિકારી જેની વિરુદ્ધ અરજી કરી છે તેને તપાસ સોંપે છે જો આવી કાર્ય પદ્ધતિ હોય તો અરજદારને સાચો ન્યાય કોણ આપશે? સરકારી તંત્રમાં તટસ્થ તપાસ કરાવવા અરજદાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા હોય છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ પોતાના વિભાગમાં તેની તપાસ સોંપે અને તે જ અધિકારીને સોંપે તો અરજદાર ને વધુ અન્યાય થવાની શક્યતા હોય છે સરકારી બાબુઓ ઘણીવાર જાણતા હોવા છતાં અરજદારને ઘેર માર્ગે દોરવા તેમજ ગોળ ગોળ ફેરવવા માટે આવી પદ્ધતિ અપનાવતા હોય છે જેથી હારી થાકીને અરજદાર રજૂઆત ન કરે પરંતુ તંત્રએ સમજવું જોઈએ કે ખરેખર તેને અન્યાય થયો છે તો પ્રમાણિક અને તટસ્થ અધિકારીને તપાસવી જોઈએ તેવું અરજદાર માની ગયા છે

2
53 views