
ઓલપાડ તાલુકાની વડોલી પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક શ્રી ભરતભાઈ સોલંકીએ શિક્ષણ ક્ષેત્રે પોતાની અનોખી ઓળખ બનાવી છે.
ઓલપાડ તાલુકાની વડોલી પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક શ્રી ભરતભાઈ સોલંકીએ શિક્ષણ ક્ષેત્રે પોતાની અનોખી ઓળખ બનાવી છે. તાજેતરમાં તેમને મુંબઈ સ્થિત લોકપ્રિય “લુક માય સો” ચેનલ દ્વારા ઇન્ટરવ્યૂ માટે આમંત્રણ મળ્યું હતું. આ ઇન્ટરવ્યૂ દરમિયાન ભરતભાઈએ પોતાના શિક્ષણપ્રવૃત્તિના અનુભવ, સર્જનાત્મક અભિગમ અને બાળકો માટેની પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ વિશે ખુલાસો કર્યો હતો. તેમની વાતચીતમાંથી જણાયું કે તેઓ શિક્ષણ સાથે-સાથે સાંસ્કૃતિક અને સંગીત ક્ષેત્રે પણ સક્રિય છે.
ભરતભાઈ સોલંકી દ્વારા ગવાયેલું અને રજૂ કરાયેલું આલ્બમ સોંગ “દિલ કહે રહા હૈ” હાલમાં સોશિયલ મીડિયા અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. આ ગીતના મધુર શબ્દો, હ્રદયસ્પર્શી સંગીત અને તેમની ભાવસભર રજૂઆતને કારણે આલ્બમને વિશાળ પ્રશંસા મળી રહી છે. બાળકો, વાલીઓ અને સંગીતપ્રેમીઓ તેમના સર્જનાત્મક પ્રતિભાને વખાણી રહ્યા છે. શિક્ષક તરીકે તેઓ બાળકોમાં આત્મવિશ્વાસ, સંસ્કાર અને પ્રતિભા વિકસાવવા સાથે સાથે પોતે પણ કલા ક્ષેત્રે નવા આયામો સર કરી રહ્યા છે.
આ સફળતા વડોલી પ્રાથમિક શાળા તેમજ ઓલપાડ તાલુકા માટે ગૌરવની બાબત છે. શિક્ષણ અને સંગીતનું સંયોજન કરીને ભરતભાઈએ એક અનોખું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે અનેક યુવાનોને તેમની પ્રતિભા ઉજાગર કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ સુરત ઓલપાડ