
પાટણ જીલ્લામાં નંબર પ્લેટ વિનાના તથા ડાર્ક ફિલ્મ વાળા વાહનો વિરુદ્ધ અસરકારક કામગીરી કરતી પાટણ જીલ્લા પોલીસ
પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ પાટણનાઓ તરફથી આપેલ નંબર પ્લેટ વિનાના તેમજ ડાર્ક ફિલ્મ વાળા વાહનો વિરુધ્ધ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન શ્રી કે.કે.પંડયા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, સિધ્ધપુર વિભાગ તથા શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, રાધનપુર વિભાગનાઓ તરફથી આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને જીલ્લાના તમામ પો.સ્ટે તેમજ જીલ્લા ટ્રાફિક અને સીટી ટ્રાફિક શાખા દ્રારા ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન અસરકારક વાહનચેકીંગ કરી કરેલ કામગીરીમાં MV ACT કલમ.૨૦૭ ના કુલ-૯૭ કેસ, નંબર પ્લેટ વગરના વાહનની કુલ પાવતી -૧૦૮, સ્થળ દંડ રૂ.૫૪,૦૦૦/- તથા ડાર્ક ફિલ્મની કુલ પાવતી-૧૧૩, સ્થળ દંડ રૂ.૫૬,૫૦૦/- તથા M.V. ACT NC ના કુલ કેસ-૧૭૭ પાટણ જીલ્લા પોલીસ દ્રારા કરવામાં આવેલ છે. વધુમાં પાટણ જીલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ છે કે, પોતાના વાહનોના સાધનીક કાગળો સાથે રાખવા અને પોતાના વાહનને નંબર પ્લેટ લગાવી રાખવી તેમજ વાહનોના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ હોય તો દુર કરવી, અન્યથા ટ્રાફિક નિયમ ભંગ કરનાર વિરૂદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.