આર.ટી.આઈ હેઠળ અરજીનો જવાબ આપવામાં સરકારી તંત્રના ઠાગાઠૈયા!!!
માહિતી અધિકારનો કાયદો 2005 યુપીએ ની સરકાર વખતે અમલીકરણ થયેલો કાયદાનો મુખ્ય હેતુ પ્રજાને સરકારી તંત્રમાં ચાલતી કામગીરી અને પ્રજાના નાણા નો હિસાબ પ્રજાને મળેલ તે હેતુ છે પરંતુ કાયદાના આટલા વર્ષો બાદ પણ પ્રજાને માહિતી અધિકારના કાયદાનો પૂરતો લાભ સરકારી તંત્ર આપતું નથી સરકારી તંત્રમાં જો કોઈ અરજદાર આરટીઆઈ કરે છે તો તેમને એટલે કે જે તે કર્મચારીઓ ઘણા સવાલો અરજદારને કરે છે અને આરટીઆઇ ની સમય મર્યાદા પૂરી થયા બાદ પણ તેનો ચોક્કસ અને વ્યવસ્થિત જવાબ આપતા નથી કેટલીક વાર અરજદારને છેલ્લી તારીખે પણ ટપાલ લખી રૂબરૂ બોલવામાં આવે છે અથવા તો માહિતી વિપુલ પ્રમાણમાં છે તેવા જવાબો કરી અરજદારને ગોળ ગોળ ફેરવવામાં આવે છે એટલે એકવાર ફી ભરવા માટે પણ બોલાવવામાં આવે છે અરજદારને પુરતું જ્ઞાન ન હોવાને કારણે અરજી રફેદ અફે થાય છે અમુક કિસ્સામાં અપીલ દાખલ કરવા છતાં પણ યોગ્ય હુકમો કરવામાં આવતા નથી અને તે અપીલ બાદ પણ બીજી અપીલ આયોગમાં દાખલ કરવામાં આવે તો ઘણો સમય વીતી જાય છે અને એક એક અરજી પાછળ વરસથી બે વર્ષ નીકળી જાય છે તેમ છતાં માહિતી પ્રાપ્ત થતી નથી કે માહિતી અધિકારી સામે આયોગ યોગ્ય કાયદાકીય પગલા પડતું નથી જેને કારણે અરજદારને કાયદાનો પૂરતો લાભ મળતો નથી એટલે કે માહિતી મળતી નથી સરકારી તંત્રમાં બેઠેલા અધિકારીઓ આરટીઆઈ ની માથાનો દુખાવો સમજે છે અને આવી અરજીઓ નો જવાબ કેવી રીતે રજૂ કરવો તેવા અનેક રસ્તા સુધી કાઢે છે જ્યારે અરજદારને કાયદાકીય જ્ઞાન ન હોવાને કારણે સમય મર્યાદામાં અને ચોક્કસ માહિતી મળતી નથી સરકારને પણ કાયદાનો અમલ કરવામાં કોઈ રસ નથી કારણ કે આ કાયદાથી સરકારમાં ચાલતી ભ્રષ્ટાચાર અને લાલિયાવાડી ખુલ્લી પડે છે જેથી કોઈપણ હિસાબે સરકારમાં બેઠેલા અધિકારીઓ કરેલી કામગીરીની ચોક્કસ અને સચોટ માહિતી જનતાને આપતા નથી માહિતી અધિકારનો કાયદો માત્ર હવે કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે એ લોકશાહી માટે ઘણું જ દુઃખદ કહી શકાય