થરાદ ખાતે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિયેશન ગ્રુપ વાવ-થરાદ ની સંકલન બેઠક યોજાઈ
વાવ-થરાદ જિલ્લાના આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિયેશન ગ્રુપ વાવ-થરાદ ની સંકલન બેઠક આજે ભવ્ય રીતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં કાર્યરત પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા ફિલ્ડ પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમ્યાન સ્થાનિક સ્તરે પત્રકારોને પડતી વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ પત્રકાર એકતાને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિયેશન ગ્રુપ વાવ-થરાદ ના પ્રમુખ હાર્દિકસિહ રાજપુતે જણાવ્યું હતું કે, “પત્રકારો સમાજની ચોથી જાગીર તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, ત્યારે તેમને યોગ્ય માન-સન્માન અને સુરક્ષા મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે.” તેમણે આગળ ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં વાવ-થરાદ જિલ્લા સ્તરે વિવિધ સામાજિક તેમજ જનહિતના પ્રશ્નોને લઈને અભિયાન હાથ ધરવામાં આવશે. આ સંકલન બેઠકને સફળ બનાવવા માટે તમામ પત્રકારોએ સક્રિય સહકાર આપ્યો હતો.