પાટણ જિલ્લાના માનપુરા ગામે ઘાસ ભરેલી ગાડીમાં લાગી આગ
પાટણ જિલ્લાના માનપુરા ગામે ઘાસચારો ભરેલી ટ્રક ઉપરના ભાગે વીજવાયર અડી જતા અચાનક આગ ભભુકી ઊઠી હતી જેમાં જોત જોતા માં ઘાસચારા સાથે ટ્રક પણ બળીને ખાખ થઈ ગઈ હતી ગવર્મેન્ટ તરફથી જાનવરો માટે આપવામાં આવતો ઘાસચારો બળીને ખાસ થઈ જતા લોકોમાં દુઃખની લાગણી જોવા મળી હતી આમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી