logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચૌટા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની 6144 બોટલ ભરેલો ટ્રક ઝડપાયો

અમદાવાદથી દારૂ ભરી પોરબંદર લઇ જવાતો'તો

ટ્રક ડ્રાઇવર, દારૂ ભરાવનાર અમદાવાદના શખ્સ તથા મગાવનાર પોરબંદરના ઈસમ વિરૂધ્ધ ગુનોઃ 36 લાખનો મુદ્દામાલ કબ્જે

પોરબંદર: ગુજરાતની ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતી પોલીસ કેટલી હદે નિષ્ક્રિય છે તેનો પૂરાવો વધુ એક વખત પોરબંદર જિલ્લામાંથી મળ્યો છે. વિદેશી દારૂની ૬૧૪૪ બોટલ ભરેલો ટ્રક પોરબંદર જિલ્લામાં ઘુસાડી દેવામાં આવ્યો હતો. ચૌટા ચેકપોસ્ટ પર કુતિયાણા પોલીસે ૩૬ લાખનો મુદ્દામાલ કબજે કરીને આ દારૂ મંગાવનાર પોરબંદરની પાર્ટી કોણ છે, તે અંગે તપાસ શરૂ કરી છે.
કુતિયાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચૌટા ચેકપોસ્ટ પર રાત્રે ૧૧ વાગ્યા આસપાસ શંકાસ્પદ હાલતમાં એક ટ્રક પસાર થઇ રહ્યો હોવાથી પોલીસે તેને અટકાવ્યો હતો. તપાસ કરતાં વિદેશી દારૂની નાની મોટી મળી ૬૧૪૪ બોટલ સાથેનાં ૨૦૦ બોક્સ (કિ.રૂા. ૨૯,૯૫,૨૦૦) મળી આવ્યા હતા. ટ્રકચાલકની પૂછપરછ કરતાં તે મુળ પંચમહાલના ખાબડા ગામનો તથા હાલ અમદાવાદ-ગોધરા રોડ પર આવેલ જીઆઈડીસીમાં રહેતો હિંમતસિંહ કરણસિંહ વણઝારા (ઉ.વ.૨૪) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની તલાસી લેતાં આઈફોન અને ૪૪૦૦ રૂા.ની રોકડ પણ મળી આવી હતી.

72
2516 views

Comment