logo

પોશીના તાલુકા ના બારા ગામ ના માડ ફળિયા માં 73ઘરોના લોકોની બહું વાસ્તવિક કપરી પરિસ્થિતિ

માડ ફળિયા (બારા ગામ), પોશીના તાલુકા – માર્ગ વિના લોકોના જીવનમાં અંધકાર

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા હેઠળ આવેલ બારા ગામના માડ ફળિયામાં આશરે 73 ઘર અને 1500સો જેટલી વસ્તી વસે છે. વર્ષોથી અહીંના લોકો માર્ગ, આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધાઓના અભાવ વચ્ચે જીવન જીવવા મજબૂર છે.

બારા ગામથી માડ ફળિયું આશરે 7 થી 8 કિલોમીટર અંતરે આવેલું છે, પરંતુ આજદિન સુધી પાકો માર્ગ (રસ્તો) ન હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદી દિવસોમાં તો પરિવહન લગભગ અશક્ય બની જાય છે.

સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે માર્ગ ન હોવાથી —

પ્રસૂતિ જેવી તાત્કાલિક પરિસ્થિતિમાં મહિલાઓને જીવના જોખમે લઈ જવું પડે છે,

સાપ કે જીવજંતુ ડંખ મારતા દર્દીને ઝોલીમાં ઉચકીને 7–8 કિ.મી. સુધી લઈ જવાનું બને છે,

અને ગામમાં શાળા, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી તથા વીજળી જેવી જરૂરી સુવિધાઓનો પણ અભાવ છે.


ગ્રામજનો અનુસાર, અનેકવાર તંત્રને રજૂઆતો છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
તાજેતરમાં, 29 ઓક્ટોબર 2025ના રોજ યોજાયેલી રાત્રિ ગ્રામસભામાં, માનનીય કલેક્ટરશ્રીને મૌખિક તેમજ લેખિત રીતે માર્ગની તાત્કાલિક માંગણી કરવામાં આવી હતી.

જો તંત્ર દ્વારા ત્વરિત પગલા નહીં લેવામાં આવે, તો *બારા ગામ* માડ ફળિયાના રહેવાસીઓએ જાહેર કર્યું છે કે તેઓ આવનારી તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે.

સ્થાનિક સમાજ સેવક *પરમાર બાકાભાઈ* એ જણાવ્યું કે “આજે પણ જો તંત્ર *બાર ગામ* માડ ફળિયાના લોકોની વ્યથા સાંભળશે નહીં, તો આ નાગરિકો પોતાના હક્ક માટે લોકશાહી માર્ગે લડત ચાલુ રાખશે.”

અહેવાલ _
દિનેશ ગમાર
પોશીના, જીલ્લો સાબરકાંઠા

161
9087 views