logo

સાંતલપુર પિપરાલા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન ટ્રકમાંથી માટીની આડમાં રાજસ્થાન થી મોરબી લઈ જવાતા ભારતીય બનાવટ વિદેશી દારૂ સહિત કુલ

કી.રૂ.૧૮,૫૮,૫૪૩/- નો મુદ્દામાલ પકડી પાડતી સાંતલપુર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ-ભુજ તથા શ્રી વી.કે.નાયી સાહેબ, પોલીસ અધિક્ષક, પાટણનાઓએ પ્રોહી/જુગારની અસમાજિક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા કરેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ડી.ડી.ચૌધરી રાધનપુર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ સાંતલપુર પોલીસ સ્ટાફના માણસો દ્વારા પીપરાળા ચેક પો.સ્ટે ખાતે સધન વાહન ચેકીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક રાજસ્થાન પાર્સીગનુ ટ્રેલર નં-RJ-19-GE-1128 માં ઉપર માટી ભરેલ છે જેના નીચેના ચેચીશના ભાગે ચોર ખાનુ બનાવેલ છે જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે જે ટ્રેલર રાધનપુર બાજુથી કચ્છ બાજુ જઈ રહેલ છે અને સાંતલપુર પસાર કરેલ છે જે હકીકત આધારે પીપરાળા ચેક પો.સ્ટે વોચ તપાસમાં રહી હકીકતવાળ ટ્રેલર આવતા જેના ડ્રાઇવરને પકડી ટ્રેલરના નીચેના ભાગે બનાવેલ ચોર ખાનામાંથી ભારતીય બનાવટના અલગ-અલગ બ્રાંડની દારૂની બોટલો મળી કુલ નંગ-પદર કુલ કી.રૂ.૮,૪૮,૯૧૮/ તથા ટ્રેલર ગાડી નંગ-૧ કી.રૂ.૧૦,૦૦,૦૦૦/ તથા મોબાઇલ નંગ-૧ કી.રૂ.૫૦૦૦/ તથા રોકડા રૂ.૩૧૭૦/ તથા માટી કી.રૂ.૧૪૫પ/ મળી કુલ કી.રૂ.૧૮,૫૮,૫૪૩/- ના પ્રોહીનો મુદામાલ પકડી માટીની ઓથમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગુજરાત રાજ્યમાં ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ કરી પ્રોહીનો વિપુલ પ્રમાણનો જથ્થો પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) ગંગારામ સ/ઓ હીરારામ કાસબારામ પવાર રહે-રણોદર તા-ચિતલવાના જિ-જાલોર (રાજસ્થાન)

પકડાવાના બાકી આરોપીઓની વિગતઃ-

(૧) ટ્રેલર ગાડી નં- RJ-19-GE-1128 નો માલીક રાજુરામ કરણારામ પવાર રહે-ગોદારો કી ઢાણી ગાંધવ તા.ગુડામાલાની જિ-બાડમેર (માલ ભરાવનાર)

(૨) માલ ભરાવનાર- એક અજાણ્યો પીક અપ ડાલા ચાલક

(3) માલ મંગાવનાર-મોરબીનો અજાણ્યો ઇસમ જેનુ આખુ નામ સરનામુ જણાઇ આવેલ નથી.

કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-

(૧) ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાંડની દારૂની બોટલો કુલ નંગ-પ૬ર કી.રૂ.૮,૪૮,૯૧૮/

(ર) ટ્રેલર ગાડી નંગ-૧ કી.રૂ.૧૦,૦૦,૦૦૦/

(૩) મોબાઇલ નંગ-૧ કી.રૂ.૫,૦૦૦/

(૪) માટી કી.રૂ.૧૪૫૫/(બીલ્ટી મુજબ)

(૫) રોકડ રૂ.૩૧૭૦/

મળી કુલ કી.રૂ.૧૮,૫૮,૫૪૩/-

0
2382 views