logo

વારંવાર એસટી બસ ના રૂટ બંધ કરાતા અને અન્ય જગ્યાએ એસટી બસને રુટ ડ્રાઈવર્ટ કરવાનો સિલસિલો યથાવત વિછીયા બસની અવારનવાર રજૂઆત સતા તંત્ર દ્વારા આ ખાડા કાન

સવારે ભાવનગર થી ઉપડતી વિછીયા ભાવનગર બસ જે ગઢડા ડેપો ની બસ છે સવારના સાત વાગે ભાવનગર થી ઉપડે છે અને વલભીપુર થઈ બોટાદ થઈ વિછીયા ગામ પહોંચે છે આ બસ અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા વારંવાર રૂટ ચેન્જ કરી બસને ચાલુ બંધ ચાલુ બંધ અથવા તો અન્ય રૂટ પર બસને ડ્રાઈવર્ટ કરવાનો સિલસિલો ચાલુ રાખે છે આ બસની અંદર સવારના વેપારી થી માંડીને વિદ્યાર્થીઓ જેવો આઈ.ટી.આઈ સુધી વલભીપુર અભ્યાસ કરવા જાય છે અને બોટાદ પણ અપડાઉન કરતા વેપારી મિત્રો અને કોલેજ કરતા લોકો પણ અપડાઉન કરતા હોય છે આ બસ સારામાં સારી આવક પણ ધરાવે છે પણ કોણ જાણે તંત્ર દ્વારા વારંવાર આ બસને અન્ય જગ્યાએ રુટ ડાયવર્ટ કરવાનું સિલસિલો યથાવત રાખેલો હોય અથવા તો કંઈક તંત્ર દ્વારા મિલીભગત હોય તેવું પણ લાગી રહ્યું છે આ અંગે બસ ચાલુ રાખવા માટે વારંવાર રજૂઆતો મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ અને ડેપો મેનેજર નિયામક શ્રી ભાવનગરને વારંવાર માંગણી કરવા છતાં આ બસનો યથાવત ચાલુ બંધ ચાલુ બંધ થયા કરે છે આ માટે લોકમાનગણી ઉઠી છે ત્યારે આ બસને વહેલી તકે ચાલુ થાય અને નિયમિત રૂટ પર ચાલે તેવી લોકોની માંગણી ઉઠી રહી છે અંગત સૂત્રના જણાવવા મુજબ જો આ બસ વહેલી તકે જ ચાલુ કરવામાં નહીં આવે તો લોકજન આંદોલન વલભીપુર શહેર ના યુવા મોરચાની માંગ ઉઠી છે આ બસ નિયમિત કરવા અંગે વારંવાર રજૂઆત પણ થયેલી છે બીજું કે રાત્રિના સમયે વલભીપુર થી ભાવનગર જવા માટે એક પણ બસ હોતી નથી માત્ર એક આશા હોય છે જે ભાવનગર જવા માટે બોટાદ થી ઉપડતી સાત વાગ્યાની બસ બોટાદ ભાવનગર ને પણ નિયમિત ચાલુ રહે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે સવારમાં વિદ્યાર્થીઓને અપડાઉન માટે પૂરતી 8:30 એ લોકલ બસ ભાવનગર માટે મળી રહે તે માટે પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે કોણ જાણે તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં વલભીપુર તાલુકાના એસટી બસ દ્વારા વારંવાર અન્યાય કરવામાં આવે છે વલભીપુર તાલુકાની સારી સુવિધા મળે તે માટે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવશે જો પ્રાઇવેટ બસ 15 મિનિટે ફૂલ થઈને બોટાદ ભાવનગર ધંધુકા વગેરે સ્થળે ચાલતી હોય તો લોકલ એસટી બસ લોકોને કેમ સુવિધા આપતી નથી એક પ્રશ્ન છે

6
174 views