logo

ચાણસ્મા માં વિજયનો જશ્ન: બિહારમાં ભાજપની જીત બદલ ભવ્ય ઉજવણી

ચાણસ્મા માં વિજયનો જશ્ન: બિહારમાં ભાજપની જીત બદલ ભવ્ય ઉજવણી

મિહિર પટેલ (AIMA, પાટણ)

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની ભવ્ય જીતને ચાણસ્મા ના સ્થાનિક ભાજપ કાર્યકરોએ ઉત્સાહ અને ઉમંગ સાથે વધાવી લીધી છે. પાટણ જિલ્લાની સાથે સાથે ચાણસ્મા શહેરમાં પણ ભાજપની જીતનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજા ને મીઠાઈ ખવડાઈ ને ખુશી વ્યક્ત કરી હતી.
બિહારના ચૂંટણી પરિણામો જાહેર થતાં જ આજરોજ ચાણસ્મા સરદાર ચોક ખાતે ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ,ઉપપ્રમુખ ,મહામંત્રી, નગરપાલિકા ના કોર્પોરેટ, પૂર્વ કોર્પોરેટર,શહેર ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકરો એકઠા થયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર અને જાહેર સ્થળો પર ભાજપના કાર્યકરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

59
6500 views