logo

પ્રાથમિક શાળા કોબા – દફતર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. રિપોર્ટર હરિકૃષ્ણભટ્ટ પ્રાથમિકશાળા કોબામાં આજે તમામ વિદ્યાર્થીઓને દફતર કીટનું વિતરણ કર્યા.

પ્રાથમિક શાળા કોબા – દફતર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

પ્રાથમિક શાળા કોબામાં આજે તમામ વિદ્યાર્થીઓને દફતર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞમાં દાતાશ્રી શ્રી મહેબુબભાઇ મલેકનું વિશેષ યોગદાન રહ્યું છે. તેમણે બાળકોના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવા અને અભ્યાસ પ્રત્યે વધુ ઉત્સાહ પેદા થાય તેવા હેતુસર આ મદદગારી કરી હતી.
કાર્યક્રમ દરમિયાન દાતાશ્રીએ બાળકોને મહેનત, સંયમ અને શિક્ષણના મહત્ત્વ વિશે પ્રેરણાદાયી શબ્દો પાઠવ્યા. શાળાના શિક્ષકમંડળે દાતાશ્રીની આ માનવસેવા પ્રવૃત્તિ બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.
શાળાના તમામ બાળકોને ગુણવત્તાસભર દફતર કીટ મળતા આનંદ અને ઉત્સાહ છલકાયો હતો. શાળાના આચાર્યશ્રી ધર્મેન્દ્ર પટેલ દ્વારા તમામ બાળકો માટે પ્રોત્સાહન મળે અને વધુ અભ્યાસ કરી શકે એ માટે અનેક પ્રયત્નો કરતા રહે છે.

7
916 views