
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીધામના ઓસ્લો સર્કલ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુનઃ સ્થાપિત પ્રતિમાનું થયું અનાવરણ.
ગાંધીધામ ખાતે મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીધામના ઓસ્લો સર્કલ ખાતે શ્રી બાબાસાહેબ આંબેડકરની પુનઃ સ્થાપિત પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. મુખ્યમંત્રીશ્રી દ્વારા ગાંધીધામના ટાગોર રોડ પર નવનિર્મિત ફલાય ઓવરબ્રીજનું "ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રીજ"નામકરણ કરવામા આવ્યું હતું.આ સાથે જ ઓસ્લો ખાતે સર્કલ ડેવલોપમેન્ટ એન્ડ પાર્કિંગ ફેસેલીટીના વિવિધ કામની તકતીનું અનાવરણ મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી નમન કર્યું હતું.ગાંધીધામ કોર્પોરેશન બન્યા બાદ પ્રથમ વખત ગાંધીધામ પધારેલા મુખ્યમંત્રીશ્રીનું આગેવાનશ્રીઓ દ્વારા પુષ્પાહાર પહેરાવી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યકક્ષા મંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગા, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, રાપર ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના પદાધિકારીશ્રીઓએ આંબેડકરની પ્રતિમાને નમન કર્યા હતાં. આ સમારોહમાં મહિલાઓ, યુવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.