વાંઝ ગામ ના શ્રી સીંદુરીયાગણપતિ મંદિર ખાતે પાટોત્સવનો ભક્તિમયોત્સવ
॥ શ્રી ગણેશાય નમઃ ॥
ઇતિહાસિક ગામ વાંઝમાં ગણપતિદાદાનો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
દિનાંક 25/11/2025ના રોજ ઇતિહાસિક વાંઝ ગામમાં આશરે 500 વર્ષ જૂના ગણપતિદાદાના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સવારથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ગણપતિ યાગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાંજે 7:00 વાગ્યે આરતી તથા થાળ બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
વાંઝ ગામનું ઇતિહાસ વિશેષ મહત્ત્વ ધરાવે છે. દાંડીયાત્રા દરમિયાન મહાત્મા ગાંધીજીને વાંઝના સ્વાતંત્ર્યસેનાની જેવો ગુજરાતના પ્રથમ સ્પીકર શ્રી કલ્યાણજી મહેતા ના આગ્રહથી વાંઝ મુકામે રોકાયા હતા. આ ઐતિહાસિક પ્રસંગને કારણે ગામની ઓળખ વધુ ઉજ્જવળ છે.
પાટોત્સવમાં ગામજનો, ભક્તો, મહેમાનો અને દાતાશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને યજ્ઞનો લાભ લીધો હતો. સાંજે પ્રસાદીનું આયોજન શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. દિવસભર વૈદિક મંત્રો, ભજનો અને આધ્યાત્મિક કાર્યક્રમોથી ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું.