logo

મુંગા વન્યજીવો નું જીવન જોખમમાં મુકતી તાલાલા નંગરપાલીકા

તાલાળા નગરપાલિકા દ્વારા વેસ્ટેજ ગંદકી ભરો કચરો નાખી દેવાયો,,,,,,
===============================
તાલાળા તાલુકાના જેપુર ગામના સરવે નંબર 82 પૈકી ત્રણ માં તાલાળા નગરપાલિકા દ્વારા સરકાર પાસે ઘન કચરા ડમ્પિંગ પ્લાન માટે જમીનની માંગણી કરવામાં આવેલ જેમાં ગીર સોમનાથ નાયબ કલેકટર સાહેબ શ્રી દ્વારા તારીખ 22 9 2025 થી તાલાળા નગરપાલિકાના જમીન ફાળવણી કરવામાં આવેલ જે હુકમ મુજબ તાલાળા નગરપાલિકાને શરતો મુજબ પાલન કરવાની સૂચના આપવામાં આવેલ અને આ જમીન આ હેતુ માટે વાપરવા માટે સક્ષમ ઓથોરિટીના ના વાંધા પ્રમાણપત્ર મેળવી બાદ આ જગ્યાનો ઉપયોગ કરવા જણાવેલ હોય પરંતુ તાલાલા નગરપાલિકા દ્વારા કોઈપણ ના વાંધા પત્ર મેળવ્યા વગર ખુલ્લેઆમ ગંદકી વાળો દુષિત પ્રદૂષિત કચરો ઠાલવવામાં આવે છે અને આ જગ્યા ઉપર વન્ય પ્રાણીઓ જેવા કે સિંહ દીપડા હરણ મોર ચિત્તર કાચબા જેવા શેડ્યૂલ વન ના પ્રાણીઓ ના જીવનના જોખમમાં મુકાય તેવા તાલાલા નગરપાલિકા દ્વારા કૃત્ય કરવામાં આવેલ છે આ બાબતે સરકારી વહીવટી તંત્ર કેવી રીતે પર્યાવરણની અને અન્ય પ્રાણીઓની સુરક્ષા કરે તેવી લોકોમાં માંગ ઉઠાવ પામે છે અને આ બાબતે જેપુર ગામના સરપંચ દ્વારા લેખિતમાં પણ ગીર સોમનાથ જિલ્લા કલેકટર સાહેબને રજૂઆત કરવામાં આવેલ હતી પરંતુ આ રજૂઆત ગીર સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા ધ્યાને લેવામાં આવેલ નહીં તેથી લોકોમાં વહીવટી તંત્ર ઉપર ભરોસો ઉડવા લાગ્યા છે

0
17 views