logo

દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે

દાહોદ | 25 ડિસેમ્બર 2025
દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભૂતપૂર્વ પ્રમુખ વિદ્યાબેન મોઢિયાના નિવાસસ્થાનના આંગણે તેઓ સવારે અંદાજે 10:30 થી 11:00 વાગ્યાના સમયગાળામાં તડકામાં બેઠા હતા. તે દરમિયાન તેમની સાથે 8 થી 10 અન્ય લોકો પણ હાજર હતા.
આ સમયે સાધુના વેશમાં આવેલા એક અજાણ્યા શખ્સે વાતચીતના બહાને વિદ્યાબેન મોઢિયાના શરીર પરથી અંદાજે 70 થી 80 ગ્રામ જેટલા સોનાના દાગીના ઉતારી લઈ ફરાર થયો. ચોરાયેલા દાગીનાની અંદાજીત કિંમત રૂપિયા 11 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. આ બાબતે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. બિનજરૂરી દાગીના પહેરવાનું ટાળવા તેમજ ઘરમાં કિંમતી સામાન બિનજરૂરી રીતે રાખવાથી બચવા વિનંતી કરવામાં આવી છે.
🙏 સાવચેત રહો, સુરક્ષિત રહો 🙏

11
306 views