logo

રાજ્ય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણના સંગીત વિદ્યાર્થીઓની ઉજ્જવળ સફળતા

ETN24

ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન સુરત સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત રાજ્ય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણના સંગીત વિભાગના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.

આ સ્પર્ધામાં કોલેજના સંગીત વિભાગમાંથી કુલ ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી બે વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું નામ સમગ્ર ગુજરાતમાં ઉજાગર કર્યું છે. સુગમ સંગીત સ્પર્ધામાં ૨૧ થી ૫૯ વર્ષની કેટેગરીમાં કુમારી શિખા નાયકએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે હાર્મોનિયમ (વાદન) સ્પર્ધામાં એ જ કેટેગરીમાં ઋષિ પટેલએ દ્વિતીય ક્રમે રહીને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ બંને વિદ્યાર્થીઓને કોલેજના સંગીત વિભાગના પ્રાધ્યાપક ડૉ. સમ્યક પારેખ દ્વારા નિયમિત તથા સુવ્યવસ્થિત તાલીમ આપવામાં આવી રહી છે, જે આ સફળતાનો મુખ્ય આધાર બની છે.

વિદ્યાર્થીઓની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ નૉર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર પ્રો. જય ધ્રુવ, કોલેજના આચાર્ય ડૉ. રીટાબેન પારેખ તથા સમગ્ર કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

0
573 views