logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

बाला सिनोर गुजरात

બાલાસિનોરની આ ઘટના સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જાય છે. એક 13 વર્ષના બાળકને કાળજું કંપાવી દે તે રીતે માર મારવો એ કઈ વરદીનું ગૌરવ છે?..😭🥹🚨

વાંચો આખી સમગ્ર ઘટના...👇

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં માતાજીના મંદિરમાં ચરણ પાદુકાની ચોરી મામલે પોલીસ દ્વારા એક સગીરને પોલીસ સ્ટેશન બોલાવીને માર મારવામાં આવ્યો હોવાના સગીર અને તેના પિતાના આક્ષેપ બાદ વિસ્તારમાં ભારે ચર્ચા થઈ રહી છે.

ઘટનાની જાણ થતાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે બાળકના ઘરે જઈ પરિવારને મળીને ન્યાય માટે પોલીસ અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી.

બાલાસિનોરમાં 13 વર્ષના સગીર બાળક પર પોલીસ દ્વારા કરવામાં આવેલો અમાનવીય અત્યાચાર એ સમગ્ર માનવતા પર કલંક છે. જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે ન્યાયની અપેક્ષા કોની પાસે રાખવી?

આ લડાઈ હવે માત્ર એક પરિવારની નથી, આખા ગુજરાતની છે! લખન દરબાર, મેહુલ બોઘરા, જીગ્નેશ મેવાણી અને ધવલસિંહ ઝાલા જેવા મજબૂત અવાજો મેદાને આવ્યા છે. જ્યાં સુધી પેલા અત્યાચારી અધિકારી સામે કડક પગલાં નહીં લેવાય, ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.

12
637 views

Comment