logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

નારોલી 14 ગોળ ચૌધરી સમાજનું મહાસંમેલન, ભાવિ પેઢી માટે લેવાયા ક્રાંતિકારી નિર્ણયો

નારોલી ૧૪ ગોળ ચૌધરી સમાજનું મહાસંમેલન, ભાવિ પેઢી માટે લેવાયા ક્રાંતિકારી નિર્ણયો ચૌધરી સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને સામાજિક એકતાના હેતુથી નારોલી મુકામે સામાજિક બંધારણ વિચારણા મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ૧૪ ગોળના હજારો સમાજબંધુઓની ઉપસ્થિતિમાં વર્ષો જૂની પરંપરાઓમાં સુધારો કરી, કુરિવાજો દૂર કરવા માટે એક ઐતિહાસિક સામાજિક બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો છે.સંમેલનના મુખ્ય આકર્ષણો અને નિર્ણયો ખર્ચાળ લગ્નપ્રથા પર લગામ: લગ્ન પ્રસંગોમાં થતા ભપકાદાર ખર્ચ, ખોટા દેખાડા અને બિનજરૂરી રિવાજો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભોજન સમારંભોમાં પણ સાદગી અપનાવવાનો આદેશ અપાયો છે.વ્યસનમુક્ત સમાજનું નિર્માણ:સમાજમાં અન્ય નશીલા દ્રવ્યોના સેવન સામે કડક વલણ અપનાવી, જે-તે વ્યક્તિ કે પરિવાર સામે દંડનીય કાર્યવાહીની જોગવાઈ વિચારવામાં આવી છે. બદલાતા સમય સાથે તાલ મિલાવવા માટે સામાજિક વ્યવહારોમાં પણ આધુનિકતા અને પારદર્શિતા લાવવાનો સંકલ્પ લેવાયો.આ મહાસંમેલનમાં વડીલો અને યુવાવર્ગે એકસાથે મળીને શપથ લીધા હતા કે, સમાજ દ્વારા ઘડવામાં આવેલા આ નવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, "આ નિર્ણય કોઈ એક વ્યક્તિ માટે નથી, પરંતુ સમગ્ર ચૌધરી સમાજની પ્રગતિ અને આવનારી પેઢીના ઉત્થાન માટે છે.નારોલી 14 ગોળ સંમેલન બાદ સમગ્ર પંથકમાં ચૌધરી સમાજ સંગઠિત થઈને સામાજિક સુધારા લાવી શકાય.

23
1479 views

Comment