logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

શું એક નિરાધાર બા નું નશીબ બદલાયું એ પણ 10 દિવસ માં vssm mittal patel

શું એક નિરાધાર બાનું નસીબ બદલાયું, એ પણ માત્ર દસ જ દિવસમાં?

ચોમાસાની અંધારી રાતોની કલ્પના ખેડાના ડભાણના કમળાબાને ધ્રુજારી દેતી. એક તરફ આકાશમાંથી વરસતું અનરાધાર પાણી ને બીજી તરફ માથા પર રહેલા છાપરાના કાણાંમાંથી ટપકતું પાણી. જાત બચાવવા આખી રાતનો ઊજાગરો. બા આ કરુણ વાસ્તવિકતા સાથે જીવન ઝટ પતે એની જાણે રાહ જોતા હતા.

અત્યંત દરિદ્ર અવસ્થામાં જીવતા કમળાબા માટે ‘ઘર’ એટલે માત્ર ચાર દીવાલો નહીં, પણ જાણે જીવતા રાહેવાની એક આશા. પણ દશા એટલી ખરાબ કે એ ઘર બનાવી ન શકે. ના ટપકડી છત સરખી કરી શકે.

કમળાબાએ આખી જિંદગી લોકોના ઘરના વાસણો ઘસીને પોતાનું ગુજરાન ચલાવ્યું. પણ હવે ઉંમરની સાથે શરીર પણ થાક્યું. વારંવારની માંદગી અને વધતી જતી ઉંમરના કારણે કામ થાય ન થાય. પણ ભૂખ થોડું આ બધું જુએ!

VSSM ના અમારા કાર્યકર રજનીભાઈને આ ખ્યાલ આવ્યો એમણે સંસ્થામાં વાત કરીને બાને દર મહિને રાશન આપવાનું અમે શરૂ કર્યું,

પણ પ્રશ્ન માત્ર ભૂખનો નહોતો એમને સરખી છત આપવી પણ જરૃરી હતી.

કહે છે, ઈરાદો નેક હોય, ત્યારે કુદરત પણ રસ્તો બતાવે. VSSM સાથે વર્ષોથી સંકળાયેલા અમારા પ્રિયજન શ્રી ઈન્દ્રભાઈ મોદી આ કાર્યમાં નિમિત્ત બન્યા.

તેમની ઉદારતા અને આર્થિક મદદથી કમળાબાના નવા ઘરનું સ્વપ્ન સાકાર થયું.

ગઈકાલ સુધી ઉપરથી છાપરું કાંતો દીવાલ પડશેની જે ઘરમાં કમળાબાને સતત બીક લાગતી આજે ત્યાં પાક્કી છત અને મજબૂત દીવાલો બંધાઈ.

ઘર તૈયાર થયા પછી કમળાબાએ એ નવા ઉંબરે પગ મૂક્યો, ત્યારે એમના ચહેરા પર હરખ હતો.

તેમના બોખલા માંઢે વારંવાર આશિર્વાદના શબ્દો નીકળ્યા કરતા હતા.

નવા ઘરમાં માટલી મૂકવાનું જ્યારે કર્યું ત્યારે એમના હૈયાનો હરખ સમાતનો નહોતો. એમણે કહ્યું, “હવે વરસાદ પડશે તો હું નિરાંતે સૂઈ શકીશ.” આ શબ્દો સાંભળીને કોઈને નિરાંત અપાવવામાં નમિત્ત બન્યાનો આનંદ થયો.

કમળાબા જેવા 750 નિરાધાર માવતરોને vssm સાથે સંકળાયેલા સ્વજનો મારફત દર મહિને રાશન આપીયે. આપ સૌ સ્વજનોના અમે આભારી છીએ.

કોઈના જીવને સાતા પહોંચાડવાનું સુખ સૌથી મોટું. આદરણીય ઈન્દ્રભાઈ મોદીએ આ કર્યું. એ માટે એમના આભારી.

#mittalpatel #vssm #emotions #explorepage

30
2439 views

Comment