logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચંદ્રસિંહ ગઢવાલી (સૌજન્ય બીબીસી ગુજરાતી)

1930માં મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહની સૌથી વધુ અસર ઉત્તર-પશ્ચિમી સરહદી પ્રાંતમાં જોવા મળી હતી.
'સરહદના ગાંધી' (ફ્રન્ટિયર ગાંધી) તરીકે પ્રસિદ્ધ ખાન અબ્દુલ ગફાર ખાનના વધી રહેલા પ્રભાવને જોતાં અંગ્રેજ સરકારે તેમની અને તેમના કેટલાક સાથીઓની 23મી એપ્રિલની સવારે ધરપકડ કરી લીધી હતી.
તે સમયે ખાન ઉત્મનઝઈથી પેશાવર જઈ રહ્યા હતા. તેમની ધરપકડના સમાચાર મળતાં જ હજ્જારો લોકો તેમને જ્યાં રખાયા હતા, તે ચરસદ્દા જેલને ઘેરી વળ્યા. પેશાવર શહેરમાં લોકોનાં ટોળે-ટોળાં એકઠાં થવા માંડ્યાં. ત્યાંના પઠાણો કિસ્સાખ્વાની બજારમાં "ઇન્કિલાબ ઝિન્દાબાદ "ના નારા લગાવી રહ્યા હતા.
આ દરમિયાન એક બ્રિટિશ અફસર મોટરસાઇકલ પર પૂરઝડપે ત્યાંથી પસાર થયો. ગતિ વધારે હોવાના કારણે ઘણા લોકો તેની ઝપેટમાં આવીને કચડાઈ ગયા અને ત્યાં ભારે નાસભાગ મચી ગઈ.
રોષે ભરાયેલા ટોળાએ મોટરસાયકલને આગ ચાપી દીધી. અંગ્રેજ અફસર સળગીને મોત ને ભેટયો.હથિયાર બંધ પોલીસ હાજર હોવા છતાં વહીવટી તંત્રને બોલાવવાનો આદેશ આપ્યો. થોડી જ વારમાં સૈન્યની ચાર બટાલિયન ત્યાં જઈ પહોંચી અને સશસ્ત્ર સિપાહીઓ શહેરની ચારેકોર ફેલાઈ ગયા....

2
616 views

Comment