logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક મંચ પર ઓળખ અપાવા માટે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ 7અને 8 માર્ચ Kutch Yatra Resort સફેદ રણમાં યોજાશે

ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક મંચ પર ઓળખ અપાવવા ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ 2026 ની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ભવ્ય કાર્યક્રમ 7 અને 8 માર્ચ, 2026ના રોજ કચ્છના ધોરાડો ખાતે આવેલ Kutch Yatra Resort (કચ્છના સફેદ રણ)માં યોજાશે.
કાર્યક્રમની ખાસિયતો
7 માર્ચ: કલ્ચરલ નાઈટ – ગુજરાતની લોકકલાઓ, સંગીત અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી
8 માર્ચ: ભવ્ય એવોર્ડ નાઈટ – વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન
આ એવોર્ડ્સનું આયોજન છઇ૯ હોલીડે પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ અંગે માહિતી આપતાં ડાયરેક્ટર તથા કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક અરવિંદ રૂપાલિયા અને હેતલ ઠક્કરે જણાવ્યું હતું કે, “ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ” ગુજરાતી સમાજની વૈશ્વિક ઓળખ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયત્ન છે.
માર્ગદર્શન અને સંચાલન
આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સનું સંચાલન અને માર્ગદર્શન હેતલ ઠક્કર, જીગર ચૌહાણ અને વિવેક ઠક્કર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
40થી વધુ કેટેગરીમાં સન્માન
“ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ 2026” અંતર્ગત કલા, સંસ્કૃતિ, ક્રિએટર્સ, ફિલ્મ અને સંગીત સહિતના ક્ષેત્રોમાં 40થી વધુ કેટેગરીઓમાં પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે.
ગુજરાતની સમૃદ્ધ પરંપરા અને આધુનિક સર્જનાત્મક શક્તિને એક જ મંચ પર લાવતો આ મહોત્સવ કચ્છના સફેદ રણમાં સંસ્કૃતિ અને ગૌરવનો અનોખો સંગમ સાબિત થશે.

0
0 views

Comment