logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

મહેસાણામાં અબોલા શ્વાનને કોથળામાં બાંધી ફેંકવાની ઘટનાએ જીવદયા પ્રેમીઓમાં ઉગ્ર રોષ ભભૂકાવ્યો, કડક કાયદાકીય કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

તાજેતરમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ વિસ્તાર સ્થિત મહેસાણા નગર સોસાયટીમાં અબોલા શ્વાન સાથે થયેલી ક્રૂર ઘટનાને લઇ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી મુજબ સોસાયટીના બે રહીશોએ એક અબોલા શ્વાનને કોથળામાં બાંધી અન્યત્ર લઇ જઈ નાખ્યાની ઘટના સામે આવી છે.

જીવદયા કાર્યકરો દ્વારા સતત બે દિવસ સુધી શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ શ્વાન ન મળતા તેને મારી નાખવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે એક જીવદયા પ્રેમી મહિલાએ મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી હતી.

આજ રોજ જીવદયા પ્રેમીઓ અને મહિલા એનિમલ ફીડરો દ્વારા ભારે રોષ સાથે મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં અબોલા જીવ પર થતા અત્યાચારને રોકવા માટે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવાયું હતું કે મહેસાણામાં અબોલા જીવ અત્યાચારના બનાવોમાં સમયસર FIR નોંધાતી નથી અને યોગ્ય કાર્યવાહી થતી નથી. ઉપરાંત મહિલા ડોગ ફીડરો અને ગૌરક્ષકોને ધમકીઓ આપવામાં આવતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી.

આ રજૂઆત દરમિયાન ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ડૉ. મેઘાબેન પટેલ, મહેસાણા એનિમલ હેલ્પલાઇનના સંસ્થાપક કિરણભાઈ રાવત, તેમજ મહિલા એનિમલ ફીડર સોનલબેન બારોટ, જીગુબેન પટેલ, ટ્વિંકલબેન, સુનીતાબેન પરમાર, જાનવીબેન સહિત અનેક જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ નિજાનંદ પ્રકૃતિ મંડળ, શિવ ગંગા, પરશુરામ ગૌરક્ષક, શ્રી રામ ગ્રુપ લાખવડ સહિત વિવિધ સંસ્થાઓના સભ્યો પણ હાજર રહ્યા હતા.

સમગ્ર સંસ્થાઓએ ભવિષ્યમાં મહેસાણામાં અબોલા જીવ પર થતા અત્યાચારને રોકવા માટે સંયુક્ત રીતે “લીગલ કમિટી” રચી કાયદાકીય લડત લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

12
8276 views

Comment