પાટણ શહેર મહિલા મોરચા દ્વારા કેકારવ જ્ઞાન મંદિર સ્કૂલ, પાટણ ખાતે ધોરણ 12 HSC ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો.
પાટણ શહેર મહિલા મોરચા દ્વારા કેકારવ જ્ઞાન મંદિર સ્કૂલ, પાટણ ખાતે ધોરણ 12 HSC ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો.
પાટણ: ૨૬.૨.૨૬
અહેવાલ: મિહિર પટેલ, ચાણસ્મા
AIMA NEWS, DELHI
ધોરણ 12 (H.S.C) ની બોર્ડ પરીક્ષા પ્રારંભ થતી હોવાને અવસરે આજે પાટણ શહેર મહિલા મોરચા દ્વારા કેકારવ જ્ઞાન મંદિર સ્કૂલ, પાટણ ખાતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ચૉકલેટ અને બોલપેન આપી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને તેમની ઉત્તમ સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી.
આ પ્રસંગે પૂર્વ પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ, સિદ્ધપુર શહેર પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી પ્રજ્ઞાબેન ઠાકર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હેતલબેન પ્રજાપતિ, પાટણ શહેર મહિલા મોરચા ના મહામંત્રી માનસીબેન ત્રિવેદી, પૂર્વ પાટણ નગરપાલિકા ઉપપ્રમુખ ગીતાબેન સોલંકી, પાટણ શહેર મંત્રી સાધનાબેન પરમાર તેમજ રસીલાબેન દરજી, વર્ષાબેન સોની, જનકબેન ઓઝા, રચનાબેન સોની સહિત મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરણા આપી હતી.
વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તમામ મહાનુભાવોએ શુભકામનાઓ પાઠવી હતી.