logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

લીમખેડા ઘટક-૧ ના તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર હોળી પર્વ ની ઉજવણી કરવામાં આવી*

*લીમખેડા ઘટક-૧ ના તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર હોળી પર્વ ની ઉજવણી કરવામાં આવી*

દાહોદ.:- જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ લીમખેડા તાલુકાના લીમખેડા ઘટક–૧ હ પલ્લી ગામની આંગણવાડી કેન્દ્ર પલ્લી–૫ ખાતે હોળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

હોળી પર્વની ઉજવણી અંતર્ગત બાળકો દ્વારા હોળી વિષયક વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામા આવી હતી. બાળકો રંગબેરંગી વસ્ત્રોમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોને હોળી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ પર્યાવરણમિત્ર અને સુરક્ષિત હોળી ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો. ઉપસ્થિત વાલીઓ અને ગામજનોએ પણ કાર્યક્રમમાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમના અંતે બાળકોને મીઠાઈ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
૦૦૦૦

26
380 views

Comment