કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લા આયોજન અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ
કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લા આયોજન અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ
સમયસર પોર્ટલ પર માહિતી અપડેટ કરતાં રહેવા માટે અપાઈ સુચના
દાહોદ જિલ્લા આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સ યોજવામાં અઆવી હતી. આ દરમ્યાન કલેકટરશ્રીએ સૌ અમલીકરણ અધિકારીશ્રીઓને આયોજન સંબંધિત જરૂરી સૂચનાઓ આપવા સાથે માર્ગદર્શન આપ્યું હતું.
અમલીકરણ સૌ તાલુકા અધિકારીશ્રીઓએ તાલુકા વાઈઝ તેમજ વર્ષવાર માહિતી કે જેમાં, થઇ ગયેલા કામો, બાકી કામો, શરુ થઇ ગયેલા કામો, શરુ ન થયેલા કામો તેમજ પ્રગતિ હેઠળના કામો અંગે વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ નિમિતે વિકેન્દ્રિત જિલ્લા હેઠળ એટીવીટી ના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ આ સંદર્ભે કહ્યું હતું કે, આયોજનના બાકી કામો સમયસર અને ઝડપથી પૂર્ણ થઇ જાય એ ખુબ જ જરૂરી છે. સાથે તાલુકા મુજબ પોર્ટલ પર સમયસર માહિતી અપડેટ કરી દેવી જેથી કરીને સાચો આંકડો કયો છે એની જાણ થાય. નિયમમાં રહીને સમયસર સૌ અધિકારીઓ કામગીરી કરે એ મહત્વનું છે.
આ વિડીયો કોન્ફરન્સ દરમ્યાન નિવાસી અધિક કલેકટરશ્રી જે.એમ.રાવલ, અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેવા સાથે દેવગઢ બારિયા નાયબ વન સંરક્ષકશ્રી મિતેશ પટેલ, ડી.આર.ડી.એ. નિયામકશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમ થકી જોડાયા હતા.