ઇકો કારમાંથી દેશી દારૂ લીટર ૨૦૦ કિ.રૂ.૪૦,૦૦૦/- દારૂના જથ્થાની તથા ઇકો કાર મળી કુલકિ.રૂ.૨.૪૦,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી પંચ કોષી એ ડીવિજન પોલીસ
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ IPS તથા જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી ડો. રવિ મોહન સૈની સાહેબ IPS એ પ્રોહી/જુગારની પ્રવૃતી સંદતર નેસ્ત-નાબુદ કરવા સ્પષ્ટ સૂચના કરવામાં આવેલ હોય તથા ઇ.ચા. નાયબ પોલીસ અધિક્ષક શ્રી મીત્ત રૂદલાલ સાહેબ જામ ગ્રામ્ય વિભાગ જામનગર સીધા માર્ગદર્શક હેઠળ પંચકોષી એ ડિવી પો.સ્ટે વિસ્તારમાં દારૂ જુગાર શોધી કાઢવા સુચનાઓ આપવામાં આવેલ હોય.
જે અન્વયે પંચકોષી એ ડિવી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એમ.એન.શેખ સાહેબ એ પંચકોષી એ ડિવી પો.સ્ટે.ના સ્ટાફના માણસોને પ્રોહી જુગારના વધુમાં વધુ કેશો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ નિર્મળસિંહ બી. જાડેજા તથા એ.એસ.આઇ. કાસમભાઇ એમ.બ્લોચ તથા પો.કોન્સ. હરદેવસિંહ એમ. ઝાલાનાઓને સંયુક્ત રીતે બાતમી રાહે હકિકત મળેલ કે નાગાજળગામ થી ધુડશીયા ગામમા આવતા રસ્તે થી એક ઇકો કાર રજી નં GJ 10 DR 7587 મા દેશી દારૂનો જથ્થો ભરી નીકળવાનો છે જે હકિકત અનુસંધાને પોલીસ સ્ટાફના માણસો વોચ તપાસમાં હોઇ જે દરમ્યાન ઉપરોકત નંબર વાળી ઇકો કાર નીકળતા સદરહુ ઇકો કારને રોકાવી ઝડતી તપાસ કરતા સદર ઇકો કારમાંથી ગે.કા. પાસ પરમીટ વગર દેશી પીવાનો દારૂ જથ્થો લીટર ૨૦૦ કિ.રૂ. ૪૦૦૦૦/-નો તથા ઉપરોકત ઇકો કાર કિ.રૂ. ૨,૦૦,000/-વાળીમાં દારૂની હેરાફેરી કુલ કિ.રૂ. ૨,૪૦,૦૦૦/- ના મુદામાલ સાથે નીચે જણાવેલ બે ઇસમોને પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધમાં પો.કોન્સ. હરદેવસિંહ એમ ઝાલાનાઓએ ફરીયાદ રિપોર્ટ આપતા એ.એસ.આઇ. એન.બી.જાડેજા નાઓએ પ્રોહિબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે આરોપી
(૧) બાબર ચકુભાઇ વાઘેલા જાતે-દેવીપુજક ઉ.વ.૨૬ ધંધો-મજુરી રહે, ધુતારપરગામ સરકારી હોસ્પિટલ સામે તા.જી.જામનગર
(૨) દેવજીભાઈ જેરામભાઈ વાઘેલા જાતે-દેવીપુજક ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે. ધુડશીયાગામ સરદાર પટેલ હાઇસ્કુલની બાજુમા તા.જી.જામનગર
મુદામાલ
(૧) દેશી દારૂ લીટર ૨૦૦/- કિ.રૂ. ૪૦,૦૦0/
(૨) ઇકો કાર કિ.રૂ. ૨,૦૦,૦૦૦/-
મળી કુલ મુદામાલ કિ.રૂ.૨,૪૦,૦૦૦/-
આ કાર્યવાહી પંચકોષી 'એ' ડીવી. પો.સ્ટે. ના પો. ઇન્સ. એમ.એન.શેખ સાહેબ તથા પો.સબ ઇન્સ. એ.આર.પરમાર તથા એ.એસ.આઇ નિર્મળસિંહ બી જાડેજા તથા એ.એસ.આઇ. કાસમભાઇ એમ.બ્લોચ તથા પો.હેડ કોન્સ ચેતનભાઇ આર. ઘાઘરેટીયા તથા પો.કોન્સ. હરદેવસિંહ એમ ઝાલા તથા પો.કોન્સ કમલેશભાઇ એ. ખીમાણીયા વિગેરે નાઓએ કરેલ છે.