logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ


વાર્ષિક પરીક્ષા અંતર્ગત માંગરોળ ટીપીઓ પિયુષ ગામીત મોસાલી પ્રાથમિક શાળાની મુલાકાતે

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 5 ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ પરિસ્થિતિમાં માંગરોળ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPO) પિયુષ ગામીતે મોસાલી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ પરીક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન તેમણે પરીક્ષાખંડમાં ચાલી રહેલી પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો અને વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપવાની પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને ઉત્સાહિત કર્યા તેમજ તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સી.આર.સી. કો-ઓર્ડિનેટર નીલમ ગામીત પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ શિક્ષકો સાથે ચર્ચા કરી પરીક્ષા સુચારૂ રીતે યોજાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

શાળાના શિક્ષકમંડળ દ્વારા પણ પરીક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે ગોઠવવામાં આવી હોવાનું નિરીક્ષણ દરમિયાન જણાયું હતું. સમગ્ર પ્રક્રિયા શિસ્તબદ્ધ અને નિયમો મુજબ ચાલી રહી હોવાનું ટીપીઓ દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

5
15 views

Comment