logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે વિશેષ બેઠકનું આયોજન

*ગુજરાત પ્રદેશ ભાજપા*
*તા.૦૯/૦૪/૨૦૨૬*
-------
*ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ કોબા, ગાંધીનગર ખાતે સૌરાષ્ટ્રના યુવા ખેડૂત આગેવાન શ્રી રાજુભાઇ કરપડા સેંકડો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા*
-------
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે, આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ કોબા, ગાંધીનગર ખાતે સૌરાષ્ટ્રના યુવા ખેડૂત આગેવાન શ્રી રાજુભાઇ કરપડા સેંકડો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. પ્રદેશ મહામંત્રીશ્રી અનિરૂદ્ધભાઈ દવેએ શ્રી રાજુભાઇ કરપડાને ભાજપાનો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત આવકાર્યા હતાં.

આ પ્રસંગે યુવા ખેડૂત આગેવાન શ્રી રાજુભાઇ કરપડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને ગુજરાતની ભાજપા સરકાર ખેડૂતો માટે અનેકવિધ કાર્યો કરી રહી છે તે જોતાં ભાજપામાં રહી તેઓ ખેડૂતો માટે કાર્ય કરી રાજનીતિમાં આવવાના તેમના ખેડૂત કલ્યાણના ઉદ્દેશ્યને સાચા અર્થમાં સિદ્ધ કરી શકશે. તેમણે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ભાજપાના વફાદાર સૈનિક તરીકે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે, તેઓ ખેડૂત હિત માટે વધુ પ્રભાવી અને અસરકારક રીતે કાર્ય કરવા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જે રીતે કમોસમી વરસાદ બાદ ખેડૂતોની પડખે રહી સંવેદનશીલતા દાખવી રૂ. ૧૦ હજાર કરોડની સીધી સહાય અને રૂ. ૧૫ હજાર કરોડની ટેકાના ભાવે ખરીદી સાથે રૂ.૨૫ હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ દ્વારા ખેડૂતોને તેમના ખાતામાં સીધી સહાય આપી તે માટે ગુજરાતની ભાજપા સરકારનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રદેશ મહામંત્રીશ્રી અનિરૂદ્ધભાઈ દવે, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી રસિકભાઈ પ્રજાપતિ, રાજ્ય સરકારના પૂર્વ મંત્રીશ્રી જયસિંહભાઈ ચૌહાણ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ, ભાજપા અગ્રણીશ્રી ભરતભાઈ બોઘરા સહિતના ભાજપા આગેવાનોએ શ્રી રાજુભાઇ કરપડા સાથે ભાજપમાં જોડાઈ રહેલ વિવિધ સમાજના આગેવાનો અને સમર્થકોને ભાજપાનો ખેસ પહેરાવી તેઓનું ભારતીય જનતા પાર્ટીમાં હર્ષભેર સ્વાગત કર્યું હતું.

પ્રશાંત વાળા
પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ
ભાજપા ગુજરાત

14
265 views

Comment