logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ પકડી પાડતી અમરેલી એલ.સી.બી.ટીમ

દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૧૭૬૯ કિ.રૂ.૩,૫૬,૦૪૫/- ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કુલ કિ.રૂ.૧૦,૫૬,૫૪૫/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે, એક આઈ સુઝુ કંપનીની ડી મેકસ પીકઅપ વાહનમાં ગેરકાયદેસર ભારતીય બનાવના વિદેશી દારૂની બોટલો ભરી ઢસા તરફથી આવે છે, જે હકિકત આધારે દહીથરા ગામ પાસે વોચમાં રહી એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, મોબાઈલ ફોન તથા વાહન સાથે ઝડપી લઇ, પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહી. ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા દામનગરર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપી:-

નરેશભાઈ નાગજીભાઈ બોદરા, ઉ.વ.૫૨, રહે.પચ્છેગામ, તા.ગારીયાધાર, જિ.ભાવનગર હાલ રહે. સુરત, કાપોદ્રા, અક્ષરધામ સોસાયટી.

→ પકડવાના બાકી આરોપી:-

અલ્પેશ ઉર્ફે કાળુ સુરેશભાઈ શેલાર રહે.ટીંબડી, તા.મોટા લીલીયા, જિ.અમરેલી હાલ રહે.સુરત, કામરેજ વિસ્તાર.

→ પકડાયેલ મુદ્દામાલ:-

(૧) રોયલ સ્ટેગ, ફાયનેસ્ટ પ્રીમિયમ વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની દમણ બનાવટની બોટલો નંગ-૮૫૭डि.३.२,७८,५२५/-

(૨) આઇકોનીક, ફાયનેસ્ટ ઇન્ટરનેશનલ ગ્રેઈન વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની મહારાષ્ટ્ર બનાવટની બોટલો નંગ ૯૧૨ કિ.રૂ.૭૭, ૫૨૦/- મળી કુલ બોટલ નંગ- ૧૭૬૯ જેની કિ.રૂ.૩,૫૬,૦૪૫/-તથા

(૩) મોબાઇલ ફોન નંગ - ૧ કિ.રૂ. ૫૦૦/-

(૪) એક આઈ સુઝુ ડી મેકસ પીકઅપ વાહન રજી.નંબર જી.જે.૨૭. એકસ ૯૬૮૦ કિ.રૂ. ૭,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧૦,૫૬, ૫૪૫/- ના મુદ્દામાલ.

→ કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફ:-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઈ.શ્રી જે.ડી.વાઘેલા તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.ગોહિલ તથા એ.એસ.આઈ. રાહુલભાઈ ચાવડા, કનાભાઈ સાંખટ, યુવજરાસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા તથા હેડ કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા, મહેશભાઈ મુંધવા, રાહુલભાઈ ઢાપા, દશરથસિંહ સરવૈયા, અશોકભાઈ કલસરીયા, તુષારભાઈ પાંચાણી, જાહીદભાઈ મકરાણી તથા પો.કોન્સ. શિવરાજભાઈ વાળા, ભાવિનગીરી ગૌસ્વામી, અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

8
484 views

Comment